ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠને કેટલીક જગ્યાએ પ્રમુખ સહિતના હોદ્દેદારોને બદલ્યા છે જેમાં આગામી દિવસોમાં ભાવનગર શહેર સંગઠનમાં પણ ફેરબદલીની સંભાવનાઓ જાવાઇ રહી છે. ખાસ કરીને ભાજપના વર્તુળોમાં તેની ચર્ચાઓ વહેતી થઇ છે. જા કે, શહેર સંગઠનમાં ફેરબદલાવનું કોઇ દેખીતુ કારણ જાવા મળતું નથી !
ભાજપ સંગઠન દ્વારા અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં સ્થાનિક સંગઠનના પ્રમુખો બદલાયા છે જેમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ટિકીટ આપીને ધારાસભ્ય બનાવ્યા હોવાથી સંગઠનના પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે. ભાવનગરમાં શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઇ પંડ્યાના પત્નીને પાર્ટીએ ટિકીટ આપી ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે રાજીવભાઇને પણ આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી અટકળો અને ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જા કે, રાજીવભાઇ પોતે ધારાસભ્ય નથી આથી તેઓની સેવા યથાવત રાખવામાં આવે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભાવનગરમાં જુથવાદના પગલે હાલમાં સંગઠનમાં ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. એક જુથ માની રહ્યું છે કે, રાજીવભાઇના સ્થાને અન્ય કોઇની તાજપોશી થઇ શકે છે. પરંતુ બીજા જુથનું માનીએ તો ચૂંટણીમાં પણ ભાવનગર શહેરમાં ભાજપનો દેખાવ ઉત્કષ્ટ રહ્યો હતો આથી રાજીવભાઇને સેવામુક્ત કરવાનું દેખીતુ કોઇ કારણ છે નહીં. હાલાકી હાલ ચર્ચા અને અટકળો વ્યાપક થઇ રહી છે ત્યારે ભાજપ સંગઠન દ્વારા શું નિર્ણય થાય તેના પર ભાજપના કાર્યકરોની પણ નજર રહેલી છે.