ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું પ્રમાણ ઘટવા પામ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી રાÂત્રના સમયે પણ ઠંડી ઓછી થવા પામી હતી અને લોકોએ રાહત મેળવી હતી પરંતુ માત્ર એક જ રાતમાં ફરી તાપમાન નો પ્રમાણ ૫.૧° જેટલું ઘટતા ભાવનગર શહેરમાં ઠંડીનુ સામ્રાજ્ય છવાયું હતું.
જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વરસાના કારણે અને પવનની દિશા ફરતા સમગ્ર સૌરાષ્ટÙ અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાÂત્રના સમયે તાપમાનનો પારો ગગડ્યો હતો અને ઠંડીનું પ્રમાણ વધવા પામ્યુ હતુ. ભાવનગર શહેરમાં ગઈકાલે મહતમ તાપમાન ૩૧.૨ અને લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી સેન્ટીગ્રેટ નોંધાયુ હતુ. જેના કારણે ઠંડીનુ પ્રમાણ ગાયબ થઇ જવા પામ્યું હતું અને લોકોએ ઠંડીથી રાહત મેળવી હતી. પરંતુ હાલમાં પણ જમ્મુ કાશ્મીર અને હિમાલય સહિત ઉત્તર ભારતમાં બરફ વરસાદ શરૂ હોય અને પવનની દિશા ફરતા રાજસ્થાન અને સૌરાષ્ટÙ ગુજરાતમાં ફરીથી ઠંડીનો માહોલ છવાયો છે ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટÙ અને ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં એક જ રાતમાં રાÂત્રના તાપમાનનો પારો ચારથી પાંચ ડિગ્રી જેટલો ઘટવા પામ્યો છે. ભાવનગર શહેરમાં એક જ રાતમાં તાપમાન ૫.૧° ઘટ્યું છે જેના કારણે ફરીથી ઠંડીનો ચમકારો થવા પામ્યા છે. આજે વહેલી સવારે લોકોએ શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો અને છેલ્લા ચાર દિવસથી ઠંડી ગાયબ થતા મૂકી દીધેલા ગરમ વ†ો ફરીથી બહાર કાઢ્યા હતા. જાકે જૂની કહેવત મુજબ ઠંડી કાપીને જાય છે આથી હજુ ૧૫ દિવસ સુધી તો ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે છે તેવું જાણકારો માની રહ્યા છે ત્યારબાદ ઉનાળાનો પ્રારંભ થશે તેઓ પણ મનાઈ રહ્યું છે આમ ફરીથી એક જ દિવસમાં ઠંડીનો ચમકારો થતા શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થશે તેવું લાગી રહ્યું છે.