દિલ્હી હાઇકોર્ટમાં પત્ની પીડિત પતિએ તલાક આપતા મામલો હાઇકોર્ટમાં પહોંચતા હાઇકોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપી તમે ડિવોર્સ લેવાના હકદાર હોવાનું જણાવ્યું હતું. પત્ની અવાર નવાર અપશબ્દો બોલી ઝઘડો કરી માનસીક ત્રાસ આપતા પતિએ ફેમીલી કોર્ટમાં દાદ માંગતા કોર્ટે તલાક ગ્રાહ્ય રાખેલ. જેની સામે (મહિલા) પત્નીએ હાઇકોર્ટેમાં અપીલ કરતા જસ્ટિસ સંજીવ સચદેવા અને વિકાસ મહાજનની બેંચે રેકર્ડ પરની સાબીતી જોતા પત્નિને નિયમિત રીતે માનસીક ત્રાસ પીડા અને વેદના સહન કરવી પડે છે. આ સ્પષ્ટપણે ક્રુરતા છે દરેક વ્યકિતને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. એટલા માટે પતિને તલાક લેવાનો નિર્ણય યોગ્ય છે. પતિ અને પરિવાર વિશે અપશબ્દો બોલવા ઉચિત નથી. ફેમીલી કોર્ટે આપેલ ચુકાદો માન્ય રાખ્યો હતો.