ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ ભાવનગર ખાતે તા.૨૫ને શનિવારે યોજાનાર છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટે તા.૨૫ના રોજ ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં પસંદગી પામેલ ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો આગામી સમયમાં તેઓ રાજ્યકક્ષા ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે તથા મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમ, દ્વિતીય, તૃતીય ભાઈઓ, બહેનોને મેડલ, સર્ટિફિકેટ, સોલ તેમજ પ્રથમ વિજેતા રૂ.૨૧૦૦૦, દ્વિતીય વિજેતા રૂ.૧૫૦૦૦ અને તૃતીય વિજેતા રૂ.૧૧૦૦૦ મુજબ રોકડ રાશી આપવામાં આવશે.