વેરાવળમાં જાણિતા ડૉ.અતુલ ચગની આત્મહત્યાનો મામલો રોજે રોજ ઉલજતો હોય તેવું જણાઈ રહ્યું છે. ચગની આત્મહત્યા મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. મૃતકના પરિવારજનોએ લેખિત અરજી આપ્યાના કલાકો બાદ પણ ફરિયાદ નોંધાઈ નથી.
ડૉ.અતુલ ચગના પુત્રએ પોલીસમાં આપેલી અરજીને 48 કલાક કરતા વધુ સમય થયો છે પરંતુ હજુ સુધી ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. અરજી આપ્યાના 2 દિવસ બાદ પણ ફરિયાદ ન નોંધવામાં આવતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ છે. પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. અતુલ ચગના આપઘાત મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સુસાઈડ નોટમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. ડોક્ટર અતુલ પરિવારજનો દ્વારા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ કરી રહ્યાં છે. જો કે, પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા છે. આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી