તુર્કીયે અને સીરિયાની ધરતી ફરીવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. તુર્કીયેમાં સોમવારના રોજ (20 ફેબ્રુઆરીએ) 14 દિવસ બાદ ફરીવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં 3 લોકોના મોત પણ નિપજ્યાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ધરતીકંપ તુર્કીયેના દક્ષિણ હટે પ્રાંતમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ તુર્કીના અંતાક્યા શહેર નજીક હતું. સીરિયા, ઇજિપ્ત અને લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.