ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની કાર ઉપર તલવાર અને પાઇપના ઘા ઝીંકી તોડફોડ કરી રત્નકલાકારને તલવારનો એક ઘા મારી બે શખ્સે ઇજા પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ચિત્રા, રાજનગર પ્લોટ નં.૨૫ માં રહેતા રત્નકલાકાર વિજયભાઈ કાનજીભાઈ ચૌહાણ ( ઉં.વ.૪૨ ) ગઈકાલે બપોરે તેના ઘરે માલ ઢોરને નિરાણ આપતા હતા તે દરમિયાન કાર લઈને આવેલા ભરત લીંબા અને જયેશ ઉર્ફે જયલો વલ્લભભાઈએ તલવાર અને પાઇપ વડે વિજયભાઈની હુંડાઈ કંપનીની કારના કાચના તોડફોડ કરી ઘરમાં ઘૂસી ગાળો આપી વિજયભાઈને તલવારનો એક ઘા ઝીંકી દઇ લોહિયાળ ઇજા કરતા વિજયભાઈ ચૌહાણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિજયભાઈએ ભરત લીંબા, જયેશ ઉર્ફે જયલો વલ્લભભાઈ અને સમીર વલ્લભભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસ તપાસ હાથ ધરી છે.