રાજ્યમાં CNG વાહન ચાલકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. ત્યારે શુક્રવારે સવારે 7 વાગ્યાથી ગ્રાહકોને CNG ગેસ નહીં મળે. CNGના વેચાણ માટેનું ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. જેના માટે અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી છે, પત્રો લખાયા છે, અનેક મિટીંગો કરી પરંતુ કોઈ પરિણામ ન આવતા આજે ગુજરાત રાજ્યના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. 3.3.2023ને શુક્રવારે સવારે 7 કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી નવી જાહેરાત નહીં થાય ત્યાં સુધી CNG ગેસ ન વેચવા નિર્ણય લેવામાં આવ્યો છે