વિધાનસભામાં ટિકિટ કપાઈ એ વખતે સી. આર. પાટીલે
આર. સી. ને અન્યાય નહિ થાય તેવું આપેલું વચન નિભાવ્યું
ભાવનગર,તા.૩
ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા ગઈકાલે ભાવનગર શહેર અને જિલ્લા અધ્યક્ષની વરણી કરવામાં આવી છે જેમાં આગામી સાંસદની ચૂંટણીના ધ્યાને લઈને જ્ઞાતિ સમીકરણો જાેવામાં આવ્યા હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે, ક્ષત્રિય સમાજ સંગઠનમાં પ્રતિનિધિત્વ અને વિધાનસભાની ટિકિટને લઈને નારાજ હતો ત્યારે શહેરમાં અભયસિંહ ચૌહાણને સંગઠનની કમાન સોંપી આ નારાજગી દૂર કરવાનો પ્રયત્ન હોઇ શકે છે. તો જિલ્લામાં બહુમત કોળી સમાજના નેતા રાઘવજી મકવાણાને અધ્યક્ષની જવાબદારી સોંપાઇ છે.
મહુવાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી આરસી મકવાણાની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ કપાતા વિવાદ અને વિરોધ થયો હતો એ સમયે પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે મામલો હાથમાં લઈ થાળે પડ્યો હતો એ સમયે આર.સી મકવાણાને અન્યાય નહીં થાય તેવી બાંહેધરી અપાઈ હતી અને આખરે જિલ્લા ભાજપના પ્રમુખ બનાવીને પ્રદેશ અધ્યક્ષ પાટીલે પોતાનું વચન પાળવા સાથે સાથે બહુમત કોળી સમાજને પણ રાજી રાખ્યો જેનાથી સાંસદની ચૂંટણીમાં સરળતા રહે. તેમ માનવામાં આવી રહ્યું છે.!