સમગ્ર દેશમાં 1 જાન્યુઆરીથી H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 450 થી વધુ કેસ નોંધાયા છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો પહેલો કેસ મધ્યપ્રદેશમાં પણ સામે આવ્યો છે. રાજ્યની રાજધાની ભોપાલમાં એક યુવકમાં વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે) તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ભોપાલના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. પ્રભાકર તિવારીએ મીડિયાને જણાવ્યું કે જે યુવકોમાં H3N2ની પુષ્ટિ થઈ છે તેની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. જોકે હવે તેનામાં કોઈ લક્ષણો નથી.
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, યુવકને ખાંસી અને શરદીની ફરિયાદ હતી. ત્યારબાદ તેના સ્વેબના નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે કહ્યું કે, ભોપાલના બૈરાગઢ વિસ્તારના રહેવાસી દર્દીને કોઈપણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો અને હાલમાં તે ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે.
મંગળવારે હરિયાણામાં 5 દર્દીઓ નોંધાયા હતા
મહત્વનું છે કે, મંગળવારે (15 માર્ચ) હરિયાણાના યમુનાનગરમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વેરિઅન્ટના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ સંદર્ભે હરિયાણાના આરોગ્ય વિભાગે પ્રદેશમાં વાયરસ પેટાપ્રકાર H3N2 અને H1N1 દ્વારા થતા મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓને ઉચ્ચ જોખમ જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.