ટ્વિટરના ભૂતપૂર્વ ચીફ જેક ડોર્સી નો કંપની બ્લોક પર હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે કંપની ટુંક સમયમાં શેરબજારમાં લગભગ 80 હજાર કરોડ રૂપિયા એટલે કે 9 થી 10 અબજ ડોલરનું નુકસાન કરી શકે છે. કંપનીના શેરમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કંપનીનું માર્કેટ કેપ 40 બિલિયન ડોલરની નીચે આવી ગયું છે.
હિન્ડેનબર્ગે કંપની પર આરોપ મૂક્યો છે કે તે તેના યુઝર્સની સંખ્યાને વધારીને દર્શાવાઈ છે અને તેની એપ્લિકેશનમાં ઘણી ખામીઓ છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર બ્લોક ઈન્કના શેર 20 ટકાથી વધુ નીચે સુધી સરક્યા હતાઅને કંપનીનો શેર 58 ડોલરના સ્તરે પર થોડા રિકવર થી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 22 ટકાથી વધુ ઘટીને $56.50 થયો હતો. હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી કંપનીનો સ્ટોક $60 પર ખુલ્યો હતો. કંપનીનો શેર એક દિવસ અગાઉ $72.65 પર બંધ થયો હતો.
શેરમાં ઘટાડાને કારણે બ્લોક ઇન્કના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો છે. એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ $47 બિલિયનની નજીક હતું. જે બિઝનેસ સેશન દરમિયાન $37 બિલિયનની નજીક આવી ગયું છે. મતલબ કે થોડી જ મિનિટોમાં કંપનીના માર્કેટ કેપમાંથી 9 થી 10 અબજ ડોલર એટલે કે લગભગ 80 હજાર કરોડ રૂપિયાનો નાશ થયો છે. બ્લોક જેવી કંપની માટે આટલી મોટી રકમ ડૂબવી એ મોટી વાત માનવામાં આવે છે.