ઈશ્વર ક્યારે કોને પોતાની પાસે બોલાવી તે નક્કી નથી હોતું. કોઈ ક્ષણ છેલ્લી બની જાય તે તે કોઈ કઈ શકતું નથી. સિહોર સંપ્રદાય ઔ.અ.બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડીની યુવા પાંખના મંત્રી તરીકે સેવારત અને સમાજના કામ માટે સદાય તત્પર એવા યુવાનને આજે નાની ખોડીયાર નજીક કાળમુખા ડમ્પરે હડફેટે લેતા સ્થળપર જ મૃત્યુ થયુ હતું ઘટનાના પગલે અરેરાટી અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પાર્થ કિશોરભાઇ પંડ્યા નારી ચોકડી નજીક મહેન્દ્ર એન્ડ મહિન્દ્રા કંપનીમાં નોકરી કરતો હતો અને આજે કામ પર જવા નિકળ્યો હતો ત્યારે નારી ચોકડી નજીક ડમ્પરે હડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયુ હતું. ઘટનાની જાણ થતા પરિવારજનો તથા રામવાડીના સદસ્યો દોડી ગયા હતા. ઉલ્લેખનિય છે કે યુવા પાંખની ટીમમાં મંત્રી તરીકેનો કાર્યભાર લાંબા સમયથી સંભાળી રહ્યો હતો. સામાજીક કાર્યમાં ખુબજ સક્રિય તથા પરિવારની ઉમદા લાગણી ધરાવતો હતો આમ અચાનક જ વિદાય થતા સમગ્ર પરીવારમાં શોકની કાલીમા અને અરેરાટી પ્રસરી ગઈ છે.




