પાટણના સુજનીપુર ગામના ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ત્રણેય બાળકો ખેતરમાં એરંડા વીણવા ગયા હતા. ત્યારે તેમને તરસ લાગતા વહોણામાં પાણી પીવા માટે ગયા હતા. તે સમયે પગ લપસી જતા ત્રણેય બાળકો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસ અને તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકોના મોત થવાથી તેમના પરિવારજનો માથે આભ ફાટી પડ્યું છે. બાળકોના મોતના પગલે પરિવારજનો હોસ્પિટલ પર પહોંચતા આંક્રદભર્યો માહોલ છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.





