જો તમે પણ સ્વિગી દ્વારા લંચ અથવા ડિનરનો ઓર્ડર આપો છો, તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી (Swiggy) એ કાર્ટ વેલ્યુને ધ્યાનમાં લીધા વગર દરેક ફૂડ ઓર્ડર માટે વપરાશકર્તાઓ પાસેથી 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મુખ્ય પ્લેટફોર્મ પર જ ફૂડ ઓર્ડર પર વધારાનો ચાર્જ લગાવવામાં આવી રહ્યો છે. આ ચાર્જ ઇન્સ્ટામાર્ટ યુઝર્સને લાગુ પડશે નહીં.
ફૂડ ઓર્ડર પર લેવામાં આવતી નજીવી ફી
આ ફેરફાર પછી સ્વિગીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ ફી ફૂડ ઓર્ડર પર વસૂલવામાં આવતી નજીવી ફ્લેટ ફી છે. આ ફી અમને અમારા પ્લેટફોર્મને ચલાવવા અને સુધારવામાં મદદ કરે છે. અગાઉના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વિગીએ દાવો કર્યો હતો કે તેને એક દિવસમાં દોઢથી બે મિલિયનથી વધુ ઓર્ડર મળ્યા છે. હૈદરાબાદના લોકોએ રમઝાન દરમિયાન ફૂડ-ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી પર બિરયાનીની 1 મિલિયન પ્લેટ અને હલીમની 4 લાખ પ્લેટનો ઓર્ડર આપ્યો હતો.
33 મિલિયન પ્લેટ ઈડલી ડિલિવર કરી
માર્ચમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે જણાવ્યું હતું કે, તેણે છેલ્લા 12 મહિનામાં ઈડલીની 33 મિલિયન પ્લેટો ડિલિવરી કરી છે. આ ગ્રાહકોમાં આ દક્ષિણ ભારતીય વાનગીની ભારે લોકપ્રિયતા દર્શાવે છે. બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ ટોચના ત્રણ શહેરો હતા જ્યાં સૌથી વધુ સંખ્યામાં ઈડલીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સરેરાશ કંપનીના પ્લેટફોર્મ પર 2.5 લાખથી વધુ રેસ્ટોરન્ટ ભાગીદારો છે. સામાન્ય રીતે દર મહિને લગભગ 10,000 રેસ્ટોરન્ટ્સ ઓનબોર્ડ થાય છે.
10000 નોકરીઓ આપશે સ્વિગી
સ્વિગી અને ગિગ વર્કર્સ માટે એક અગ્રણી પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘અપના’ એ આ વર્ષે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ક્વિક કોમર્સ ગ્રોસરી સર્વિસ ઈન્સ્ટામાર્ટ માટે 10,000 નોકરીઓનું સર્જન કરવા માટે ભાગીદારી કરી છે. માર્કેટ રિસર્ચ ફર્મ રેડસીરના જણાવ્યા મુજબ, ક્વિક કોમર્સ ડોમેન 2025 સુધીમાં 5.5 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જે 2021માં 0.3 અબજ ડોલર હતુ. આનાથી વધુ વિતરણ ભાગીદારોની નિમણૂક કરવાની માગ વધશે.
સ્વિગીના વાઈસ પ્રેસિડેન્ટ કેદાર ગોખલેએ જણાવ્યું હતું કે, ફૂડ ડિલિવરી માટે 500 થી વધુ શહેરોમાં અને ઈન્સ્ટામાર્ટ માટે 25 થી વધુ શહેરોમાં સ્વિગીની હાજરીને જોતાં, અમે ટિયર 2 અને 3 શહેરોના ઓનબોર્ડિંગ ભાગીદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ. અપના સાથેની ભાગીદારીએ નાના શહેરોમાં ઇન્સ્ટામાર્ટની વધતી માગને પહોંચી વળવા માટે અમારા ડિલિવરી કાફલાને વધારવામાં મદદ કરી છે.






