આજે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસ ઉજવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આ ઉજવણીમાં મુખ્યમંત્રી કેન્દ્ર સ્થાને હોય છે. પરંતુ આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંજાેગોવસાત જામનગર ખાતે ગૌરવ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહી શકશે નહી.
પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે આજે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકશે નહિ.
ગુજરાત ગૌરવ દિવસના જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ સહભાગી થશે.




