આગામી 12 અને 13 મેના રોજ યોજાનારા પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ધાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આગામી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે.
ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મેના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર 2 વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે.





