Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

વધુ એક એરલાઈન્સ થશે બંધ, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

aaspassdaily by aaspassdaily
2023-05-03 11:34:15
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Go-First Financial Crunch : દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. ખરેખર, વાડિયા ગ્રૂપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ દરમિયાન, ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ બે દિવસ માટે રદ કરવામાં આવી છે.

ગો-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે. આવી સ્થિતિમાં, જે હવાઈ મુસાફરોએ આ બે દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સરકારની ચાંપતી નજર
તે જ સમયે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર મુશ્કેલીમાં મુકાયેલી GoFirst એરલાઇનને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું, ‘સરકાર ગો ફર્સ્ટને તમામ સંભવ મદદ કરી રહી છે, અને સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.’

ફ્લાઈટ્સ કેન્સલ કરવાનું આ જ કારણ છે
રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ એરલાઈન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં અસમર્થતાના કારણે એરલાઈન્સે આ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો આર્થિક સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીએ સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.

રોકડની અછતને કારણે તે ઓઈલ કંપનીઓના લેણાં પણ ચૂકવવા સક્ષમ નથી, જેના કારણે કંપનીઓએ એરલાઈન્સને તેલ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સંજોગો વચ્ચે, GoFirst એ બે દિવસ માટે તેમની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે, જે કંપનીના કસ્ટમર્સ માટે કોઈ આંચકાથી ઓછું નથી.

અડધાથી વધુ વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા હતા
અમેરિકન કંપની તરફથી એન્જિન ન મળવાને કારણે કંપનીના અડધાથી વધુ વિમાનો ઉડાન ભરી શકતા નથી. રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે. મંગળવારે, ગો એરની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું. આ સમાચાર વાંચીને ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ફરિયાદ કરી છે અને બુકિંગ પર તેમના રિફંડની માંગણી કરી છે.

ગો-ફર્સ્ટ ચીફે કહ્યું- ફંડની અછત
પીટીઆઈ અનુસાર, ગો ફર્સ્ટ એરલાઈનના ચીફ કૌશિક ખોનાએ આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ અસ્થાયી રૂપે ફ્લાઈટ્સ બંધ કરશે. ખોનાએ કહ્યું છે કે પ્રેટ એન્ડ વ્હીટની (P&W) દ્વારા એન્જિનની સપ્લાય ન કરવાને કારણે એરલાઈને તેના અડધાથી વધુ કાફલાને ગ્રાઉન્ડ કરી દીધું છે. જેના કારણે ભંડોળની અછત છે. આ સિવાય તમને જણાવી દઈએ કે GoFirst એરલાઈને પ્રેટ એન્ડ વ્હિટની વિરુદ્ધ યુએસ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
 
એરલાઇન્સ નાદારીને આરે 
કંપનીની વેબસાઈટ મુજબ એરલાઈનના કાફલામાં 61 એરક્રાફ્ટ છે. તેમાંથી 56 A320 Neo અને પાંચ A320CEO છે. કંપની એવા સમયે મુસાફરોની આવક ગુમાવી રહી છે જ્યારે કોરોના રોગચાળા પછી એર ટ્રાફિકમાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટ નાદારીની આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી પણ આપી છે.

Previous Post

દેશના અનેક રાજયોમાં વરસાદ-હિમવર્ષાની આગાહી

Next Post

ખુશખબર / પીએમ કિસાન નિધિને લઈ મોટું અપડેટ, આ મહિનામાં ખાતામાં જમા થઈ શકે છે 14 હપ્તાના રૂપિયા

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
ખુશખબર / પીએમ કિસાન નિધિને લઈ મોટું અપડેટ, આ મહિનામાં ખાતામાં જમા થઈ શકે છે 14 હપ્તાના રૂપિયા

ખુશખબર / પીએમ કિસાન નિધિને લઈ મોટું અપડેટ, આ મહિનામાં ખાતામાં જમા થઈ શકે છે 14 હપ્તાના રૂપિયા

34Kmની માઇલેજ… કિંમત રૂપિયા 5.54 લાખ! મારુતિની આ સસ્તી કારે બધાને છોડ્યા પાછળ

34Kmની માઇલેજ... કિંમત રૂપિયા 5.54 લાખ! મારુતિની આ સસ્તી કારે બધાને છોડ્યા પાછળ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.