વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ. 1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ. 734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ. 39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.




