દક્ષિણ હિંદ મહાસાગરમાં ખૂબ જ શક્તિશાળી ફેબિયન વાવાઝોડાએ દસ્તક આપી છે. તે ઝડપથી દક્ષિણ હિંદ મહાસાગરના કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી દીધી છે.
શક્તિશાળી ફેબિયન વાવાઝોડું દક્ષિણ હિંદ મહાસાગરમાં દસ્તક આપી ચૂક્યું છે. તે ઝડપથી દક્ષિણ હિંદ મહાસાગરના દરિયા કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને દરેકને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર, ફેબિયનને દરિયાકાંઠે પહોંચવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગી શકે છે, પરંતુ તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ ખતરનાક ગતિથી આગળ વધી રહ્યું છે.
મ્યાનમારના દરિયાકાંઠે જોરદાર ટક્કર બાદ સોમવારે મોકા વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને મિઝોરમ સુધી પહોંચ્યું. આનાથી ભારે પવન અને વાવાઝોડાની સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક વૃક્ષો, મકાનો અને થાંભલા ધરાશાયી થયા. આ દરમિયાન કોલકાતા સહિત બંગાળના અન્ય ઘણા જિલ્લામાં કુલ 9 લોકોના મોતના સમાચાર છે. તો બીજી બાજુ મિઝોરમમાં લગભગ 250 મકાનોને નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યોના લગભગ 6,000 લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. મોકા વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. ત્યાં હવે ફેબિયન વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે.



