સુરતમાં 120માં બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું છે. 118 કરોડના ખર્ચે બનેલા આ તાપી નદી પરના 15માં બ્રિજથી 8 લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. આ બ્રિજ બનતા કતારગામથી વરિયાવ અને છાપરભાઠાનો છ કિલોમીટરનો ચકરાવો થી છુટકારો મળશે. બ્રિજ ના કારણે માત્ર દોઢથી બે મિનિટમાં અંતર કાપી બીજા છેડે પહોંચી શકાશે. આસપાસના રહીશો સહિત અંદાજે આઠ લાખ થી વધુ લોકોને ટ્રાફિક ની સમસ્યા થી લાંબા ચકરાવથી રાહત મળશે સાથે જ લોકો પેટ્રોલ ની પણ બચત કરી શકશે. આ બ્રિજના નિર્માણને કારણે 207 વર્ષ પહેલાનો એક ઈતિહાસ સામે આવ્યો છે. 207 વર્ષ પહેલા ભગવાન સ્વામીનારાયણ કતારગામથી વરિયાવ જવા માટે તાપી નદી અહીંથી જ પાર કરી હતી. ત્યાં જ આ બ્રિજનું નિર્માણ કરાયું છે.




