મીડીયા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહેલા અદાણી ગ્રુપે સર્વપ્રથમ એનડીટીવી- ખરીદી લીધા બાદ હવે નવ પ્રાદેશિક ચેનલો પણ લોન્ચ કરવા માટે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે મંજુરી માંગી છે.
આ અંગે મુંબઈ સ્ટોક એકસચેંજ તથા નેશનલ સ્ટોક એકસચેંજને એક લેખીત જાણમાં એનડીટીવીના કંપની સેક્રેટરીએ જણાવ્યું હતું કે મંત્રાલયની મંજુરી મળી ગયા બાદ આ પ્રાદેશિક ભાષાની ચેનલો શરુ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીટીવી ગુજરાતી સહિતની હાલની પ્રાદેશિક ભાષાની ચેનલો છે તે ‘ટેકઓવર’ કરી શકે છે. જેના કારણે પ્રાદેશિક ભાષાની ચેનલોમાં પણ અદાણી અને અંબાણી જુથની ટકકર થશે. અંબાણી જૂથે અગાઉથી વાયાકોમ-18 મારફત ટીવી ચેનલ પ્રસારણમાં ઝુકાવ્યુ છે.






