રાજસ્થાનનાં જૈસલમેરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓનાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવા બાદ હવે ગેહલોત સરકાર આ મામલે ટીના ડાબી સામે કાર્યવાહી કરી શકે છે. ગેહલોત સરકારના મંત્રીએ કહ્યું કે, અધિકારીઓ એ જે કર્યું તે ખોટું હતું, તેમણે જવાબ આપવો પડશે.
રાજસ્થાનના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે કહ્યું કે, અમે તેમની સામે કાર્યવાહી કરીશું. જેસલમેર ખાતે ખાલી પડેલ જમીન પર પાકિસ્તાની હિન્દુ પ્રવાસી રહે છે. રાજસ્થાન સરકાર તેમણે દરસ્તાવેજો આપી રહી છે. રાજસ્થાન સરકારના કાયદા મુજબ તમે કોઈને તેમની પુનર્વસન કર્યા વિના બહાર કાઢી શકતા નથી. આ ખુબ જ ગંભીર બાબત છે, તેઓએ તેનો સામનો કરવો પડશે.
રાજસ્થાનનાં જૈસલમેરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓનાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવા મામલે ચર્ચામાં આવેલ જૈસલમેર જીલ્લા મેજીસ્ટ્રેટ આઈએએસ ટીના ડાબીએ બુધવારે શરણાર્થીઓ માટે ખાવા-પીવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. ઓછામાં ઓછા 50 પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તેઓને પીવાનું પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે. તેમણે આ કાર્યવાહી અંગે એમ પણ કહ્યું હતું કે, અમર સાગર તળાવ વિસ્તારના કેચમેન્ટ એરિયામાં અતિક્રમણની મંજૂરી આપી શકાય નહીં.
મહત્વનું છે કે, IAS ડીએમટીના ડાબીએ આ બાબતે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પાકિસ્તાની હિન્દુ વિસ્થાપિતોએ પ્રાઇમ લેન્ડ અને કેચમેન્ટ એરિયા તેમજ ફાળવણીની જમીન પર કબજો જમાવ્યો હતો. ત્યારે તેઓને હટાવવા માટે ગત એપ્રિલ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. તે લોકોને પણ સમજાવવામાં આવ્યા. પરંતુ તેઓએ કોઈ વાત માની ન હતી. જેના કારણે ફરીથી કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીએમ ટીના ડાબીનાં જણાવ્યા અનુસાર, જે લોકો બેઘર થયા છે. તેઓના પુનઃવસન માટે જીલ્લા પ્રશાસન દ્વારા ઘણા પગલા ભરવામાં આવ્યા છે. પાકિસ્તાન વિસ્થાપિતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે જીલ્લા પ્રશાન, યુઆઈટી તેમજ પાકિસ્તાની વિસ્થાપિતોનાં પ્રતિનિધિઓની સર્વે માટે ટીમ બનાવવામાં આવશે.






