ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બેને બચાવી લેવામાં આવ્યા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો શુક્રવારે દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક દીકરી ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા જતા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને પોલીસનો કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો.



