મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા છે તેમજ મહત્વની ચર્ચાઓ કરાઈ છે. પ્રવક્તા મંત્રી પટેલે જણાવ્યું છે કે, કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરમાં થયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ છે તેમજ શહેરી વિકાસ અને સરકારી કર્મચારીઓની તાલીમ પર ચર્ચા કરાઇ છે.
મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે.




