Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વઢવાણમાં રૂ. 17.60 લાખના ડ્રગ્સ સાથે ૩ વોન્ટેડ આરોપી ઝડપાયા

બિશ્નોઇની ગેંગના સાગરીતો હોવાની વિગતો બહાર આવી

aaspassdaily by aaspassdaily
2023-06-02 10:58:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જીલ્લાના ગુન્હાખોરીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એલસીબી પોલીસે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ શિવસંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાંથી બિશ્નોઇ ગેંગના ૩ વોન્ટેડ આરોપીને રૂપિયા ૧૭.૬૦ લાખના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત સહીત સમગ્ર દેશમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યુ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જેવા નાના શહેરો ડ્રગ્સ જેવી અસામાજીક પ્રવૃત્તિઓથી દુર હતા પરંતુ હવે જાણે ડ્રગ્સ માફીયાઓએ પોતાનો કાળો કારોબાર સુરેન્દ્રનગર જેવા નાના શહેરો સુધી શરૂ કરી દીધો હોય તેમ લાગી રહ્યુ છે અને ડ્રગ્સ જેવા દુષણે હવે સુરેન્દ્રનગરમાં પણ પગ પેસારો કર્યો છે. ત્યારે શહેરના ૮૦ ફુટ રોડ પર એક હોટલ નજીક આવેલ શિવસંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ત્રણ શખ્સોને ૧૭૬ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતાં. જ્યારે ઝડપાયેલા ત્રણ શખ્સોની પુરછપરછ કરતા અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ રહે. બન્ને પંજાબ તેમજ કચ્છના વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા હોવાનુ બહાર આવ્યુ હતુ.
એલસીબી પોલીસે ૧૭.૬૦ લાખનું ૧૭૬ ગ્રામ ડ્રગ્સ, ૦૫ મોબાઇલ અને ૦૧ વાઇફાઇ ડોંગલ સહીત કુલ રૂપિયા ૧૭.૮૧ લાખના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી પાડી આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં ઝડપાયેલ શખ્સ અક્ષય ડેલુ અને અંકિત બિશ્નોઇ બન્ને લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇની ગેંગના સાગરીતો હોવાની વિગતો બહાર આવી હતી અને બે માસ અગાઉ રાજસ્થાનના એક શખ્સ પાસેથી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી હતી. આ બન્ને શખ્સો વિરૂધ્ધ રાજસ્થાનમાં ચાર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ફરાર હોવાથી રાજસ્થાન પોલીસે બન્ને શખ્સો પર રૂપિયા ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતુ.જ્યારે ત્રીજો શખ્સ કચ્છનો વિક્રમસિંહ જાડેજા પણ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો છે અને જેલમાંથી પેરોલ મળ્યા ફરાર હતો. આમ ત્રણેય શખ્સો કુખ્યાત હિસ્ટ્રીશીટર હોવાની વિગતો બહાર આવી છે. આ ત્રણેય આરોપીઓ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા ? સુરેન્દ્રનગરમાં કોને ડ્રગ્સ આપવાનુ હતુ ? સહીતની બાબતો અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે અને તેમની પુછપરછમાં વધુ ચોંકાવાનારા ખુલાસા થશે તેમ જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતે જણાવ્યું હતુ.

Previous Post

અમરનાથ યાત્રા પહેલા મોટા હુમલાની તૈયારી

Next Post

20 શખ્સો દારૂગોળા-હથિયાર સાથે અમદાવાદ આવ્યા; કોલ મળતા ખળભળાટ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post
20 શખ્સો દારૂગોળા-હથિયાર સાથે અમદાવાદ આવ્યા; કોલ મળતા ખળભળાટ

20 શખ્સો દારૂગોળા-હથિયાર સાથે અમદાવાદ આવ્યા; કોલ મળતા ખળભળાટ

5 દિવસ આકરાં: રાજ્યના આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે મેઘરાજા ત્રાટકશે

5 દિવસ આકરાં: રાજ્યના આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે મેઘરાજા ત્રાટકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.