ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના દુર્ઘટનાગ્રસ્ત હોવાના કારણે 275 પીડિતોમાંથી લગભગ 100ની ઓળખ નથી થઈ શકી. તેમના પરિવારોનું દુઃખ વધારે વધી ગયુ છે. પરિજનો પોતાના ગુમ થયેલા પરિજનોની તપાસમાં હોસ્પિટલના મૃતદેહ ઘરના ધક્કા ખાઈ રહ્યા છે. એવા કેટલાય મૃતદેહ છે જેમની ઓળખ હજુ સુધી નથી કરવામાં આવી. અમુક શરીરના ટુકડા એવા છે જેના પર ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર એ નક્કી નથી કરી શકતી કે મૃતદેહ કોને સોંપવામાં આવે? બિહારના ભાગલપુરના બે અલગ અલગ પરિવારોએ એક જ મૃતદેહ પર દાવો કર્યો છે. મૃતદેહના કુચ્ચા ઉડી જવાના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે દાવેદારોનો DNA સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ હોસ્પિટલમાં પરિવારના બ્લડ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે કોઈ ડીએનએ મેચ થશે તેના બાદ પરિવારને મૃતદેહ આપવા માટે બોલાવવામાં આવશે.
બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં બચાવ અભિયાન પુરૂ થઈ ચુક્યું છે. ઘાયલ યાત્રીઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને ઘણા લોકોને રજા પણ આપવામાં આવી છે. પરંતુ ઓડિશા સરકારની સામે મોટો પડકાર મૃતદેહોના ઓળખનો છે.