મુંબઈ
નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા આગામી જુલાઈથી બેંક નીફટીમાં એકસપાયરીનો દિવસ ગુરૂવારને બદલે શુક્રવારનો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ સ્ટોક એકસચેંજે આજે એવી જાહેરાત કરી હતી કે નિફટી બેંકના ફયુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ) વ્યવહારોમાં અઠવાડીક તથા માસીક એકસપાયરી જુલાઈથી ગુરૂને બદલે શુક્રવારે થશે.7મી જુલાઈથી નવા સોદામાં આ નવો એકસપાયરીનિયમ લાગુ થશે. પ્રથમ અઠવાડીક એકસપાયરી 14 મી જુલાઈને શુક્રવારે થશે.
વર્તમાન નિયમો હેઠળ નીફટી બેંકનાં એકસપાયરી દર સપ્તાહના ગુરૂવારે તથા માસીક એકસપાયરી મહીનાનાં અંતિમ ગુરૂવારે થાય છે. હવે ગુરૂવારના બદલે શુક્રવારે થશે. શુક્રવારે રજા આવતી હોય તો કામકાજના આગલા દિવસે થશે.અત્યારે 13 જુલાઈનાં સોદા ઉભા હોય તો તેવુ સેટલમેન્ટ પણ 14 જુલાઈએ જ થશે.