Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન ગુજરાતને બિપરજોયથી કોઈ ખતરો નથી

ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે : ગુજરાતના તટે 50થી 70 કિમી ઝડપે ફૂંકાશે પવન

aaspassdaily by aaspassdaily
2023-06-08 10:38:18
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બિપરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે કહ્યું કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે. વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે.
હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આગાહી કરી છે કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધતું હોઇ આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટોછવાયો વરસાદ રહેશે.
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના વચ્ચે આ વાવાઝોડું હાલ વેરાવળથી 900 કિમી દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. આ સાથે તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.
બિપરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.

વાવાઝોડાની આગાહીને પગલે દરેયાકાંઠાના તમામ જિલ્લામાં તંત્ર એલર્ટ
ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે.

Previous Post

સરકારે કુસ્તીબાજોને સમાધાન માટે મનાવી લીધા

Next Post

ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ!

aaspassdaily

aaspassdaily

Related News

જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૧૧૦૦૦ વિધાસહાયકોની ભરતી થશે

April 1, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
Next Post
ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ!

ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ!

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 35 ટિકિટ વેચી હતી!

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 35 ટિકિટ વેચી હતી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.