2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 35 ટિકિટ વેચી હોવાનો પર્દાફાશ થયો છે. આ એ અહેવાલ છે જે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તૈયાર કર્યો હતો, જેમાં હારના કારણોનું વિશેષ મંથન કરતા ચોંકાવારા તથ્યો સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, પૈસા લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી.
ફેબ્રુઆરીમાં કોંગ્રેસ જે રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટમા જણાવાયું કે, એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. તથા ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે, ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કાંગ્રેસને નુકસાન થયું છે. ચૂંટણી માટેના જરૂરી રિસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા. એઆઇસીસી દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડની અનિયમિત વહેંચણી કરવામાં આવી. ચૂંટણી ફંડની વહેચણીમાં વ્હાલા દવાલાની નીતિ પણ સામે આવી છે. ઉમેદવારોની ખરીદી અંગે રિપોર્ટમાં જણાવાયું કે, કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યું, તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા અપાયા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર રહી ગઈ હતી. કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જોવા મળી.
એઆઇસીસી દ્વારા આપવામાં આવાત વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનું પણ સામે આવ્યું. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે કરી પાંચ બેઠક અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. ફેફ્ટ ફાઇન્ડિંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં સૌથી વધુ ચોંકાવનારી માહિતી એ છે કે, કોંગ્રેસે 35 ટીકીટ વેંહચી માર્યો હોવાનો અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે.
ગ્યાસુદ્દીન શેખે ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખ બદલવાની કરી માંગ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખ બદલવાની માંગ કરી.તેમને ટ્વિટમાં લખ્યુ કે હાઈકમાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેક્ષણના આધારે જે વ્યકિત કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય, પાયાના કાર્યકરને આદર આપતો હોય અને જનસમસ્યાઓ માટે સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતો હોય તેવા વ્યકિતને ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનાવવો જોઈએ. હાલ આ ટ્વિટ કરીને ગ્યાસુદ્દીન શેખે ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખ જગદીશ ઠાકોર સામે સીધા સવાલ ઉભા કર્યા છે.




