Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ખુશખબર / હવે આ સબ્સક્રાઇબર્સને મળશે બમણી પેન્શન, નિયમોમાં થશે મહત્ત્વપૂર્ણ ફેરફાર

aaspassdaily by aaspassdaily
2023-06-13 15:56:24
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Employee Pension Scheme 2023: જો તમે નોકરી કરતા હોવ તો તમારા માટે સારા દિવસો આવવાના છે. કારણ કે બહુ જલ્દી EPFO ​​તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, નિયમોમાં ફેરફાર થતાં જ કર્મચારીઓનું પેન્શન બમણું થઈ જશે. જો કે, આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની સુનાવણી આ મહિને જ થવાની છે. મર્યાદાનો નિર્ણય આવતા જ કર્મચારીઓની બેઝિક સેલરીમાં વધારો થશે. તેના પછી પેન્શનની રકમ આપોઆપ વધી જશે. મર્યાદા દૂર થતાં જ દેશના કરોડો કર્મચારીઓને ફાયદો થશે.

કેવી રીતે દૂર થશે EPS લિમિટ ?

હકીકતમાં, અત્યાર સુધી મહત્તમ પેન્શનપાત્ર પગારની મર્યાદા દર મહિને 15 હજાર રૂપિયા સુધી મર્યાદિત છે. એટલે કે તમારો પગાર ભલે 1 લાખ રૂપિયા હોય. પરંતુ પેન્શન કોન્ટ્રીબ્યૂશન માત્ર 15000 રૂપિયા જ થાય છે. આ મર્યાદા દૂર કરવાનો મામલો લગભગ બે વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે અનેક સુનાવણી પણ થઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરવા જઈ રહી છે. જો 15 હજાર રૂપિયાની મર્યાદા હટાવવામાં આવે તો દેશના કરોડો કર્મચારીઓને ફાયદો થશે.

વર્તમાનમાં આ નિયમ છે લાગૂ

નોકરીમાં જોડાતાની સાથે જ તમે EPS ના સભ્ય બની જાવ છો. કર્મચારી તેના પગારના 12 ટકા ભાગ (EPF) માં આપે છે, તેટલી જ રકમ તેની કંપની પણ આપે છે, પરંતુ તેનો એક ભાગ 8.33% EPSમાં પણ જાય છે. જેમ કે આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે કે હાલમાં મહત્તમ પેન્શનપાત્ર પગાર માત્ર 15 હજાર રૂપિયા છે, જેનો અર્થ છે કે, પેન્શનનો મહત્તમ હિસ્સો (રૂ. 15,000 નું 8.33%) દર મહિને 1250 રૂપિયા છે. ઉપરાંત, જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે પેન્શનની ગણતરી માટે મહત્તમ પગાર 15 હજાર રૂપિયા ગણવામાં આવે છે, જે મુજબ કર્મચારીને ફક્ત EPS હેઠળ મહત્તમ 7 હજાર 500 રૂપિયા પેન્શન મળી શકે છે.

વધી જશે પેન્શનની રકમ

જો કોર્ટ કર્મચારીઓના હિતમાં નિર્ણય આપે તો 15 હજારની મર્યાદા ખતમ થઈ જશે. જેના પછી તમારી પેન્શનની રકમ ચોક્કસ વધી જશે. આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની છે. જો કે, ફરી કાર્યવાહી મોકૂફ નહીં રાખવામાં આવે તો કર્મચારીઓને ફાયદો થશે. નહિંતર, પેન્શનની ગણતરી જૂની પોલિસી પર જ ચાલુ રહેશે.

Previous Post

જબરદસ્ત રેન્જ અને માત્ર 30 મિનિટમાં ચાર્જ! આવી રહી છે મહિન્દ્રાની નવી ઇલેક્ટ્રિક એસયુવી

Next Post

ત્વચા ને નેચરલ ચમક આપવા માટે આ રીતે કરો જાસુદ પાવડર નો ઉપયોગ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
ત્વચા ને નેચરલ ચમક આપવા માટે આ રીતે કરો જાસુદ પાવડર નો ઉપયોગ

ત્વચા ને નેચરલ ચમક આપવા માટે આ રીતે કરો જાસુદ પાવડર નો ઉપયોગ

160ની ફુલ સ્પીડ છતાય 110 સુધી જ કેમ દોડે છે વંદે ભારત, ફક્ત આ રૂટ પર જ જાય છે ટોપ ગિયરમાં: જાણો કારણ

160ની ફુલ સ્પીડ છતાય 110 સુધી જ કેમ દોડે છે વંદે ભારત, ફક્ત આ રૂટ પર જ જાય છે ટોપ ગિયરમાં: જાણો કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.