બિપરજોય વાવાઝોડાને લઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એજન્સીઓ એલર્ટ પર છે. આ ચક્રવાત ગુરુવારે બપોરે ત્રાટકવાની સંભાવના છે. પરંતુ ચક્રવાત પહેલા પણ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયાઈ મોજામાં ઉછાળો અને જોરદાર પવન જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ આ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યના 8 જિલ્લાઓમાં આ વાવાઝોડાની વ્યાપક અસર થશે. સરકાર, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ 30 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે, જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. ગામના લોકો પોતાનો સામાન, ઘર અને જાનવર છોડવા માંગતા નથી.



