Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

24 કલાક નિર્ણાયક: સરકાર-વહિવટીતંત્ર ઉંધા માથે

હજારો લોકોનું સ્થળાંતર: જુદી-જુદી દુર્ઘટનામાં કુલ 6ના મોત

aaspassdaily by aaspassdaily
2023-06-14 12:45:11
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આવતીકાલે સાંજ સુધીમાં કચ્છ-પાકિસ્તાન બોર્ડર પર ટકરાવવાની આશંકા વચ્ચે યુધ્ધના ધોરણે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદનું રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રમાં વાવાઝોડાનું લોકેશન ઉતર તથા 66.4 પૂર્વ છે. દ્વારકાનાં દરીયાની 275 કિલોમીટર પશ્ચીમે તથા પોરબંદરથી 335 કિલોમીટર પશ્ચીમે છે. અત્યાર સુધી ઉતર દિશામાં આગળ ધપતુ બિપરજોય હવે ઉતર પૂર્વમાં વળાંક લઈને કચ્છ તથા પાકિસ્તાનની બોર્ડર પર ત્રાટકી શકે છે.
બિપરજોય વાવાઝોડાની હાલની ગતિ 145 થી 155 કિલોમીટરની છે.ઝાટકાના પવન 170 કિલોમીટરના છે.અતિ ગંભીર શ્રેણી યથાવત છે. જોકે, આવતીકાલે લેન્ડફોલ કરે તે પુર્વે પવનની ગતિ થોડી ઘટશે અને 125 થી 135 કીમીની ઝડપ રહેવાની સંભાવના છે. ઝાટકાનાં પવન 150 કીમીના રહી શકે છે. ગુજરાત હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડુ નિર્ધારીત ટ્રેક પર જ આગળ ધપી રહ્યું છે અને આવતીકાલ સાંજ સુધીમાં દરીયાકાંઠે ત્રાટકશે વાવાઝોડાનાં પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્રનાં 9 જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે.

દ્વારકા, જામનગર, કચ્છમાં અતિભારે વરસાદનું રેડએલર્ટ

કચ્છ, દ્વારકા, તથા જામનગરમાં અતિભારે વરસાદનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. જયારે મોરબી, રાજકોટ, પોરબંદર સહીત છ જીલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે સરકારી વહીવટીતંત્ર સજજ છે. હજારો લોકોનું સ્થળાંતર કરવા સાથે સાવચેતીનાં તમામ પગલા લેવામાં આવ્યા છે. અતિભારે વરસાદની આગાહી વચ્ચે કેટલાંક જીલ્લાઓમાં પુર પરિસ્થિતિ સર્જાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.દ્વારકાનાં દરીયામાં આજે ઉંચા વિકરાળ મોજા ઉઠતા રહ્યા છે રાજયનાં સંભવીત અસરગ્રસ્ત જીલ્લાઓમાં શાળા-કોલેજો બંધ કરવામાં આવ્યા છે. ઉદ્યોગકારોએ પણ બે દિવસ એકમો બંધ રાખવાનું એલાન કર્યું છે.

મુંબઈ-મહારાષ્ટ્રમાં પણ અસર: દરીયામાં ઉંચા મોજા-ધૂળની આંધી

આવતીકાલે સૌરાષ્ટ્રનાં કાંઠે ત્રાટકનારા અરબી સમુદ્રનાં બિપરજોય વાવાઝોડાની અસર મુંબઈ-મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. ઝંઝાવાતી પવન વચ્ચે ધૂળની ડમરીઓથી હવાની ગુણવતા તથા વિઝીબીલીટી નબળી પડી હતી. વિમાની સેવા પ્રભાવીત થઈ હતી. રત્નાગીરી, રાયગઢ, થાણે, પાલઘર અને કોલ્હાપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે 30-40 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો.

વાવાઝોડાના પ્રભાવ હેઠળ કચ્છમાં વરસાદનાં મંડાણ:હવે જોર વધશે

આવતીકાલે મોટાભાગે કચ્છ-પાકિસ્તાન બોર્ડર પર ત્રાટકનારા બિપોરજોય વાવાઝોડાનાં પ્રભાવ હેઠળ કચ્છમાં વરસાદનાં મંડાણ થઈ રહ્યા છે.ગઈરાતથી વરસાદની શરૂઆત થઈ હતી અને હવે તબકકાવાર જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અતિભારે વરસાદનુ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન માંડવીમાં બે ઈંચ વરસાદ ખાબકયો હતો. અબડાસામાં 23 મીમી, નખત્રાણામાં 13 મીમી, રાપર-મુંદ્રામાં 18-18 મીમી, લખપતમાં 17 મીમી, ભુજમરાં 16 મીમી તથા કચ્છમાં 15 મીમી ગાંધીધામમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.

 

Previous Post

દરરોજ વરીયાળી ખાવાના આ અદભુત ફાયદાઓ વિશે તમે પણ જાણો

Next Post

સૈન્ય સ્ટેન્ડ-ટુ: 150 જવાનોને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડમાં રખાયા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
સૈન્ય સ્ટેન્ડ-ટુ: 150 જવાનોને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડમાં રખાયા

સૈન્ય સ્ટેન્ડ-ટુ: 150 જવાનોને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડમાં રખાયા

GT20 Canada: ક્રિસ ગેઇલ કરશે મેદાનમાં વાપસી, હરભજનસિંહ પણ રમતો જોવા મળશે

GT20 Canada: ક્રિસ ગેઇલ કરશે મેદાનમાં વાપસી, હરભજનસિંહ પણ રમતો જોવા મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.