Umang App For PF Withdrawal: ઈપીએફઓ (EPFO) મેમ્બર હવે ઘરે બેઠા મોબાઈલથી પીએફ (PF) ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એડવાન્સ અને પેન્શન ક્લેમ ઉમંગ (UMANG) એપ દ્વારા અથવા ઈપીએફઓ (EPFO) મેમ્બર પોર્ટલ દ્વારા કરી શકાય છે. તેના માટે ઈ-નોમિનેશન કરવું જરૂરી છે. EPFO સેવાઓને એક્સેસ કરવા માટે ઉમંગ (UMANG) એપને ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. EPFO મેમ્બર ઉમંગ એપનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન દ્વારા તેમના પીએફ એકાઉન્ટને ટ્રેક કરી શકે છે.
ઉમંગ એપ પર ઈપીએફઓ સેવાઓ માટે આ સ્ટેપ્સને ફોલો કરો
- ઉમંગ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ્પલ સ્ટોર પરથી ડાઉનલોડ કરો
- એપ ઓપન કરો અને તમારો આધાર નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી સાઈન ઈન કરો
- લોગિન કર્યા પછી, સેવાઓની યાદીમાંથી ‘ઈપીએફઓ સેવા’ની પસંદગી કરો
- તમે જે પ્રકારની ઈપીએફઓ સેવાનો ઉપયોગ કરવા માગો છો, તેની પસંદગી કરો
- લેવડ-દેવડ પૂર્ણ કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો
પીએફમાંથી રૂપિયા ઉપાડવા માટે ઈ સ્ટેપ્સને ફોલો કરો
- ઉમંગ એપ ઓપન કરો અને તમારો આધાર નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી સાઈન ઈન કરો
- હવે સેવાઓની યાદીમાંથી ‘ઈપીએફઓ સેવા’ની પસંદગી કરો
- તેના પછી ‘દાવા વધારો’ વિકલ્પની પસંદગી કરો
- તમારો યુએએન નંબર અને ઓટીપી દાખલ કરો, જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે
- તમે જે પ્રકારે ઉપાડ કરવા માગો છો, તેની પસંદગી કરો
- જરૂરી ડિટેલ દાખલ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો
- તમને તમારી રિક્વેસ્ટ માટે એક પાવતી નંબર પ્રાપ્ત થશે
આ ઈપીએફઓ સેવાઓનો ઉપયોગ તમે ઉમંગ એપ પર કરી શકો છો
- પીએફ બેલેન્સ ચેક કરી શકો છો
- ક્લેમ માટે દાવો કરી શકો છો
- કેવાયસી ડિટેલ અપડેટ કરી શકો છો
- પાસબુક ચેક કરી શકો છો
- જીવન પ્રમાણ પત્ર જનરેટ કરી શકો છો
- પેન્શન ચૂકવણી આદેશ (પીપીઓ) ડાઉનલોડ કરો
- ફરિયાદ દાખલ અને ટ્રેક કરી શકો છો






