આદિપુરુષ વિવાદ મામલે હવે કથાકાર મોરારી બાપુએ પણ આડકતરો કટાક્ષ કર્યો છે. આદિપુરુષ ફિલ્મ તેના ડાયલોગને કારણે વિવાદમાં છે. આ દરમિયાન હવે જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ તેવો મોરારી બાપુએ આડકતરો કટાક્ષ કર્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાં હાલ ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ ચાલુ છે. આ દરમિયાન હવે ફિલ્મમાં કેટલાક ડાયલોગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે કર્ણ પ્રયાગની રામકથામાં મોરારીબાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે. કથાકાર મોરારીબાપુએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.
કથાકાર મોરારી બાપુએ કહ્યું કે, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું કહીશ કે, રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત. આ સાથે તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો. મહત્વનું છે કે, મોરારીબાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને યાદ કરતાં કહ્યું કે, સિરિયલ બનાવતા પૂર્વે રામાનંદ સાગર તલગાજરડા આવ્યા હતા.





