વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અમેરિકામાં પણ જોવા મળ્યો હતો. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે. સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી માટે જોરદાર તાળીઓ પડી હતી. આટલું જ નહીં સંબોધન પછી લોકો પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે કતારમાં ઉભા હતા. એટલું જ નહીં પીએમ મોદીના ભાષણનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ 15 વખત સાંસદો પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્ર બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી. આ દરમિયાન ઘણા લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી . આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીની જોઈન્ટ સેશન એડ્રેસ બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
ભાષણ વિશ્વની સમસ્યાઓ અને સંઘર્ષો માટે ખૂબ જ સુસંગત – યુએસ કોંગ્રેસમેન
યુએસ કોંગ્રેસમેન ડેન મ્યુઝરે કહ્યું, “હું ખૂબ જ પ્રભાવિત થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સરસ ભાષણ આપ્યું. તે પ્રોત્સાહક હતું. તે વિશ્વની સમસ્યાઓ અને સંઘર્ષો માટે ખૂબ જ સુસંગત હતું. મને લાગે છે કે ત્યાંની દરેક વ્યક્તિ, રિપબ્લિકન અને ડેમોક્રેટ, આમાંથી શીખી શકે છે. તે અદ્ભુત છે કે અમારી પાસે અમેરિકા અને ભારત વચ્ચે સારા વર્કિંગ રિલેશનશીપ છે અને સારા સંબંધોની યોજના છે. તે જ સમયે, યુએસ કોંગ્રેસના સભ્ય રો ખન્નાએ કહ્યું, “મને લાગે છે કે વડા પ્રધાને ખૂબ જ જોરદાર ભાષણ આપ્યું હતું.”તેમણે અમેરિકાની આર્થિક, ટેક્નોલોજી અને સંરક્ષણ ભાગીદારીની પુષ્ટિ કરી હતી અને તેમણે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે.


