ઓલા ઈલેક્ટ્રીકે પુષ્ટિ કરી છે કે તે તેના ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને બે નવી કલર સ્કીમ – લાઇમ ગ્રીન અને ઈલેક્ટ્રિક બ્લુમાં રજૂ કરશે. આ સિવાય કંપની નવા વેરિઅન્ટ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર મોડલ લાઇનઅપને વધારશે. બંને અપડેટ્સ જુલાઈ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવશે.
નવા કલરો ઇલેક્ટ્રિક સ્કૂટરના ત્રણેય વેરિઅન્ટ – S1 સ્ટાન્ડર્ડ, S1 Pro અને S1 Air સાથે ઓફર કરવામાં આવે તેવી અપેક્ષા છે. હાલમાં તે 11 કલર લિક્વિડ સિલ્વર, જેટ બ્લેક, એન્થ્રાસાઇટ ગ્રે, મેટ બ્લેક, કોરલ ગ્લેમ, ઓચર, પોર્સેલિન વ્હાઇટ, મિડનાઇટ બ્લુ, માર્શમેલો, નીઓ મિન્ટ અને મિલેનિયલ પિંકમાં ઉપલબ્ધ છે.
તાજેતરમાં, બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ તેની ગીગાફેક્ટરીનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. આ પ્લાન્ટ, જે ભારતનો સૌથી મોટો ઉત્પાદન પ્લાન્ટ હોવાનો દાવો કરે છે, તે દેશમાં ઇલેક્ટ્રિક વાહન બેટરીના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઓલાની નવી ઉત્પાદન સુવિધા તમિલનાડુના કૃષ્ણાગિરીમાં 115 એકરમાં ફેલાયેલી હશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે ફેક્ટરી આવતા વર્ષની શરૂઆતથી કાર્યરત થશે. તેની આઉટપુટ ક્ષમતા 5GWh હશે અને તેની સંપૂર્ણ ક્ષમતા 100GWh હશે. ગયા વર્ષે, ઓલા ઈલેક્ટ્રીકે બેંગલુરુમાં તેનું બેટરી ઈનોવેશન સેન્ટર સ્થાપવા માટે $500 મિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
આ સાથે, ઓલા ઈલેક્ટ્રીક આગામી મહિનાઓમાં તેના વેચાણ નેટવર્કને 1,000 ટચપોઈન્ટ્સ સુધી વિસ્તારવાનું લક્ષ્ય રાખે છે. કંપનીનું લક્ષ્ય 50,000 યુનિટ્સ સુધીનું માસિક વેચાણ હાંસલ કરવાનું છે. ઓલા ઇ-સ્કૂટર્સ અને પ્રીમિયમ ઇ-બાઇક સહિત નવા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની શ્રેણીની યોજના ધરાવે છે. ઇલેક્ટ્રિક બાઇક લાઇનઅપમાં ક્રુઝર, એડવેન્ચર ટૂરર, સ્પોર્ટ્સ બાઇક, રોડ બાઇક હશે.