Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

રતન ટાટાનો PA દર મહિને કમાય છે લાખો રૂપિયા, કરોડોની સંપત્તિનો માલિક: પોતે ફોન કરી ટાટાએ ઓફર કરી હતી નોકરી

aaspassdaily by aaspassdaily
2023-06-27 12:22:23
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે એક છોકરો ઘણીવાર જોવા મળે છે. તે દરેક જગ્યાએ તેમની સાથે રહે છે. ટાટાએ પોતાનો 85મો જન્મદિવસ પણ આ યુવક સાથે ઉજવ્યો હતો. પડછાયાની જેમ રતન ટાટા સાથે રહતો આ છોકરો શાંતનુ નાયડુ છે. શાંતનુ ટાટાના પર્સનલ આસિસ્ટન્ટ છે. ટાટાને શાંતનુ સાથે ખૂબ લગાવ છે. રતન ટાટા તેમની સાથે તેમના પુત્રની જેમ વર્તે છે. શાંતનુ રતન ટાટાના બિઝનેસની સાથે સાથે તેમના રોકાણની પણ દેખરેખ રાખે છે. આમ તો, ટાટા કંપનીમાં તેમની પોસ્ટ મેનેજરની છે. શાંતનુને દર મહિને લાખો રૂપિયાનો પગાર મળે છે અને તેની નેટવર્થ પણ કરોડો રૂપિયા છે.

30 વર્ષીય શાંતનુ નાયડુ એક બિઝનેસમેન, એન્જિનિયર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, લેખક અને આન્તરપ્રિન્યોર છે. શાંતનુએ યુએસએની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. શાંતનુ નાયડુનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં 1993માં થયો હતો અને તેઓ ટાટા ગ્રુપમાં કામ કરતા તેમના પરિવારની 5મી પેઢી છે. વર્ષ 2018 માં અભ્યાસ કર્યા પછી, શાંતનુ ભારત પાછો આવ્યો અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. રતન ટાટાએ શાંતનુ નાયડુના સ્ટાર્ટઅપ ગુડફેલોમાં રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપ વરિષ્ઠ નાગરિકોને સેવા આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

શાંતનુની સેલેરી

શાંતનુ નાયડુને મહિને લગભગ 7 લાખ રૂપિયા પગાર મળે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શાંતનુ 2018થી રતન ટાટા સાથે જોડાયેલા છે. રતન ટાટાએ ગુડફેલો (Goodfellows) માં કેટલું રોકાણ કર્યું છે તે જાહેર કરવામાં આવ્યું નથી.

પશુ પ્રેમે પ્રભાવિત કર્યા

નાયડુએ ટાટા સાથેના તેમના અનુભવ વિશે ‘I Came Upon a Lighthouse’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં તેણે જણાવ્યું છે કે, શા માટે રતન ટાટાએ તેને પોતાનો આસિસ્ટન્ટ બનાવ્યો. હકીકતમાં, શાંતનુને કૂતરાઓનો ખૂબ શોખ છે. મુંબઈમાં રખડતા કૂતરાઓને માર્ગ અકસ્માતનો શિકાર થતા બચાવવા માટે, તેમણે તેમના ગળામાં ચમકતી પટ્ટી લગાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. રતન ટાટા રખડતા કૂતરાઓ માટે કરેલા કામને કારણે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. રતન ટાટાને પણ કૂતરાઓ ખૂબ જ પસંદ છે. રતન ટાટા શાંતનુ નાયડુથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતે ફોન કરીને શાંતનુને તેમના આસિસ્ટન્ટ બનવાની જોબ ઓફર કરી હતી.

Previous Post

રિષભ પંતને લઈને આવ્યું મોટું અપડેટ, આ ઈજાગ્રસ્ત ખેલાડીઓ પણ ટૂંક સમયમાં કરશે વાપસી

Next Post

વિટામિન ઈ કેપ્સુલ ના ઉપયોગ થી ત્વચા બનશે ચમકદાર, જાણો વિસ્તારથી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
વિટામિન ઈ કેપ્સુલ ના ઉપયોગ થી ત્વચા બનશે ચમકદાર, જાણો વિસ્તારથી

વિટામિન ઈ કેપ્સુલ ના ઉપયોગ થી ત્વચા બનશે ચમકદાર, જાણો વિસ્તારથી

સુપર ઓવરમાં વૈન બીકના 30 રન જેણે વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલી વધારી દીધી

સુપર ઓવરમાં વૈન બીકના 30 રન જેણે વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલી વધારી દીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.