કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અચાનક દિલ્હીના કરોલ બાગ પહોંચ્યા હતા. અહીં તે સાયકલ વેપારીઓ અને સાયકલ ઉત્પાદકોને મળ્યા હતા. આ સાથે તેમણે બાઇકની દુકાનમાં જઇને લોકો સાથે વાત ચીત પણ કરી હતી. બાઈક મિકેનિકની દુકાન પર પણ રાહુલ ગાંધીએ માર્કેટને પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પણ બાઇક રિપેર કરવાની ટેકનિક શીખતા જોવા મળ્યા હતા. રાહુલે આ લોકો સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “હું રેંચ (નટ બોલ્ટ સાધન) ઘુમાવનાર અને ભારતના પૈડાની ગતિમાન રાખનાર હાથોથી શીખી રહ્યો છું.”




