નેશનલ સ્ટોક એક્સચેન્જે આજે સવારે ઈતિહાસ રચતા ફ્રેશ ઓલ ટાઈમ હાઈ લેવલને ટચ કરી દીધુ છે. બુધવારે પ્રી-ઓપનમાં નિફ્ટી 18900 ઉપર ખુલ્યું. તેના પહેલા નિફ્ટીનું ઓલ ટાઈમ હાઈ 18,887.60 રહ્યું હતું.
ભારતીય શેર માર્કેટે આજે ઐતિહાસિક ઉચાઈને સ્પર્શી લીધી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાના જુના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડતા નવી ઉંચાઈ મેળવી લીધી છે. નિફ્ટીએ 142 સેશન બાદ આ ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે નિફ્ટી આ પહેલા પોતાના ઓલ ટાઈમ હાઈ 18,887માં ઓક્ટોબર 2021માં ગયું હતું.
સેંસેક્સ પણ 63701.78ના એક નવા ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યું. આ પહેલા સેંસેક્સ 22 જૂન 2023ની સવારે નવા ઓલ ટાઈમ હાઈ 63601.71ના સ્તર પર ખુલ્યું હતું. ત્યાં જ નિફ્ટીએ 18908.15ની હાઈથી પોતાના વ્યાપારની શરૂઆત કરી. આ પહેલા અમેરિકી શેર બજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો હતો. ડાઉ જોંસ, નેસ્ડેક અને એસએન્ડપી બમ્પર ઉછાળની સાથે બંધ થયું. જેનાથી આજ ભારતીય બજારને નવા રેકોર્ડ બનાવવામાં બળ મળ્યું.
મહત્વનું છે કે પાછલા થોડા સેશનથી નિફ્ટી સતત ઓલ ટાઈમ હાઈ બનવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ આખરે આજે નિફ્ટી છેલ્લા બધા રેકોર્ડ તોડીને શિખર પર પહોંચી ગયું છે. આ વચ્ચે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.






