મહિલાઓ પોતાના ચહેરાની ખૂબ જ કાળજી લેતી હોય છે. ત્વચા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ સિવાય તમારી આઇબ્રો પણ ખૂબ જ મહત્વની હોય છે. યોગ્ય આકારની આઇબ્રો તમારી સુંદરતામાં વધારો કરે છે. અમુક લોકોની આઇબ્રો ખૂબ જ ઝાંખી અને પાતળી હોય છે. આવા લોકો પોતાની આઇબ્રો નો ગ્રોથ વધારવા માટે ઘણી કોશિશ કરતા હોય છે. જો તમે અમુક ઘરેલુ ઉપચાર કરો છો તો તેનાથી તમારી આઇબ્રોમાં ફરક પડી શકે છે. આનાં માટે તમારે રેગ્યુલરલી અમુક નુસખાઓ અપનાવવા જોઈએ. જો તમે પણ પોતાની આઇબ્રોનો ગ્રોથ વધારવા માંગો છો તો તેના માટે ઘરે જ અમુક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આજે આપણે આના વિશે વિસ્તારથી જાણીશું.
આઇબ્રો નો ગ્રોથ વધારવા માટે તમે દિવેલ નો ઉપયોગ કરી શકો છો. થોડું દિવેલ લઈને તેને ગરમ કરો. હવે દિવેલ લઈને તેને આઇબ્રો ઉપર થોડી વાર સુધી મસાજ કરો. એને અડધો કલાક સુધી રહેવા દો. ત્યારબાદ ધોઈ લો. આવું થોડા દિવસ સુધી કરવાથી તમારી આઇબ્રોના વાળમાં ફર્ક દેખાશે. આ સિવાય તમે ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલના ઉપયોગથી પણ તમારી આઇબ્રોમાં ફરક દેખાવા માંડે છે. આના માટે ફ્રેશ એલોવેરા જેલને આઇબ્રો ઉપર લગાવવી જોઈએ. તેને તમે ૨૦ થી ૨૫ મિનિટ સુધી રહેવા દો. હવે તમે પાણીથી ધોઈ લો. રાત્રે ઊંઘતા પહેલા તમે નારીયેળ તેલથી પણ આઇબ્રોની મસાજ કરી શકો છો. નારિયેળ તેલ પણ તમારી આઇબ્રોને જાળી કરવા માટે ફાયદાકારક રહેશે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.





