Homemade Shampoo: કોકોનટ મિલ્ક શેમ્પૂ ઘરે જ બનાવો, વાળની દરેક સમસ્યા દૂર થશે..
નારિયેળના દૂધમાં એવા ઘણા ગુણ હોય છે જે વજન ઘટાડવા, ડાયાબિટીસ અને અલ્સર જેવી બીમારીઓમાં ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળનું દૂધ તમારા સ્વાસ્થ્યની સાથે-સાથે વાળને પણ ઘણા ફાયદા આપે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ઘરે નાળિયેર દૂધ શેમ્પૂ બનાવવાની પદ્ધતિ લાવ્યા છીએ. નારિયેળના દૂધમાં પ્રાકૃતિક ફેટી એસિડ જોવા મળે છે, જે વાળને લાંબા અને જાડા બનાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી, વિટામિન ઇ અને વિટામિન બી જેવા પોષક તત્વો પણ હોય છે જે ખરાબ વાળને સુધારવામાં મદદ કરે છે, તો ચાલો જાણીએ નારિયેળના દૂધનું શેમ્પૂ કેવી રીતે બનાવવું.
કોકોનટ મિલ્ક શેમ્પૂ બનાવવા માટે જરૂરી સામગ્રી-
1 કપ નાળિયેરનું દૂધ
લવંડર તેલના 10થી 15 ટીપાં
2 થી 3 વિટામીન E ઓઈલ કેપ્સ્યુલ્સ
નાળિયેર દૂધ શેમ્પૂ કેવી રીતે બનાવવું?
કોકોનટ શેમ્પૂ બનાવવા માટે સૌથી પહેલા એક મોટો બાઉલ લો.
પછી તમે તેમાં નારિયેળનું દૂધ, વિટામિન ઇ તેલ અને આવશ્યક તેલ ઉમેરો.
ત્યાર બાદ આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
હવે તમારું નેચરલ કોકોનટ મિલ્ક શેમ્પૂ તૈયાર છે.
પછી તેને બોટલમાં ભરીને સ્ટોર કરો.
આ પછી તમે તેને 20 થી 25 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરો.






