કેન્દ્રીય કર્મચારીઓને ઓલ ઇન્ડિયા કનઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારે મોંઘવારી ભથ્થું મળતું હોય છે. દર મહિનાને અંતે ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સની જાહેરાત થતી હોય છે. દર મહિનાને અંતે ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સની જાહેરાત થતી હોય છે. તેને આધારે જ નક્કી થાય છે કે આગામી છ મહિનાના અંતે થનારા વેતન રિવિઝન વખતે ડીએ સ્કોરની સપાટી શી રહેશે.
આ વખતે ડીએ સ્કોરમાં 0.50 પોઇન્ટ જેટલો વધારો થયો છે. તેને પગલે મોંઘવારી ભથ્થામાં DA Hike ચાર ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો તો પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા હતા કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે. પરંતુ હવે ઓલ ઇન્ડિયા કનઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સે પણ સ્પષ્ટ કરી દીધું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે.