ભાવનગર, તા.૫
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનીવર્સીટી, ભાવનગરની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ માર્ચ–૨૦૨૩ની શરુ થયેલ તે અન્વયે યુનીવર્સીટીની જાણમાં આવેલ કે, યુનીવર્સીટીની બી.કોમ–સેમેસ્ટર–દ્રના ફાઈનાન્સ એકાઉન્ટના પેપરની પરીક્ષા લેવાની શરુ હતી તે જ પેપરના ચાર ફોટાઓ વાયરલ થતા તે અંગે યુનીવર્સીટી દ્વારા ઈન્કવાયરી બેસાડી જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સના ઈન્ચાર્જ પ્રોફેસર અમીત વિ.ગલાણી વિગેરે દ્વારા પેપર લીક કર્યા અંગે નીલમબાગ પોલીસ સ્ટેશન ભારતીય દંડ સહિતાની કલમઃ- ૪૦૬, ૪૦૯, ૧૨૦બી, ૧૧૪, ૩૪ આઈ.ટી. એકટ કલમ-૭૨, ૭૨એ તથા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતી અટકાવવા બાબત) એકટ–૨૦૨૩ની કલમ ૧૨(૧), ૧૨(૪) અન્વયે ફરિયાદ દાખલ કરાયેલ.
ફરિયાદના કામે અમિતભાઈ બાબુભાઈ ગલાણી વિગેરેની ધરપકડ કરેલી આમ અમીતભાઈ ગલાણી દ્વારા નામદાર પાંચમાં એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવતા જિલ્લા સરકારી વકીલ એમ.આર.જોષી તથા મદદનીશ સરકારી વકીલ સી.એમ.પરમારની દલીલો ધ્યાને લઈ તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનીયમ– ૨૦૨૩ની કલમોને ધ્યાને લઈ આરોપી અમીતભાઈ ગલાણીની રેગ્યુલર જામીન અરજી તેનું ગુન્હાહીત નૃત્ય અને માનસ હોશિયાર વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારુ છે તેમ માની રદ કરવામાં આવેલ.