તમે ઘણી વખત ઘણી રેસ્ટોરન્ટ કે હોટેલની મુલાકાત લીધી હશે અને તમે નોંધ્યું હશે કે ટેબલ પર હંમેશા વરિયાળી સાકરનો બાઉલ રાખવામાં આવે છે . વરિયાળી સાકરને ટેબલ પર રાખવા પાછળનું કારણ શું છે તે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. કેટલાક લોકો માને છે કે વરિયાળી-સાકરને ‘ટીપ’ આપવા માટે વાટકામાં રાખવામાં આવી હશે. જ્યારે કેટલાક માને છે કે તેને મોંને તાજું કરવા માટે ખોરાક ખાધા પછી રાખવામાં આવે છે. વરિયાળી અને સાકરને વિશે અલગ-અલગ લોકોના મત અલગ-અલગ છે. ચાલો જાણીએ આવું કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે?
હકીકતમાં મોટી સાકર ખાંડ કરતાં ઘણી હળવી હોય છે. સામાન્ય ખાંડની સરખામણીએ તેમાં મીઠાશ પણ ઓછી હોય છે. તે સારી પાચન જાળવવાનું કામ કરે છે.
કેમ રાખવામાં આવે છે વરિયાળી અને સાકર ?
1. ડાઇજેસ્ટિવ સિસ્ટમને મજબૂત છે રાખે
વરિયાળી અને સાકરને એકસાથે ખાવાથી પાચનક્રિયા સારી રાખવામાં મદદ મળે છે. વરિયાળીમાં ફાઈબર, વિટામિન્સ અને કેલ્શિયમ સહિત ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય ઘણા ઔષધીય ગુણો પણ હાજર છે. જ્યારે તમે ખોરાક ખાધા પછી તેને ખાઓ છો, ત્યારે ડાઇજેશન ઝડપથી થાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.
2. નહીં થાય લોહીની અછત
વરિયાળી અને સાકરનું મિશ્રણ શરીરમાં લોહીની અછત થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.
3. ઈમ્યૂનિટી
જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો વરિયાળી અને સાકરનું આ હેલ્ધી કોમ્બિનેશન તમારા માટે એક સરળ વિકલ્પ છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે જાળવવામાં મદદ મળશે.
4. શ્વાસની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે ઉપયોગી
વરિયાળી અને સાકર એકસાથે ‘માઉથ ફ્રેશનર’ તરીકે કામ કરે છે. તેને ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.