આજે શેરબજારમાં ફરી તેજી જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ આજે ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી છે. શેરબજારમાં બુધવારે પણ લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 141.44 પોઈન્ટના વધારા સાથે 65,689.35 પોઈન્ટના સ્તરે ખુલ્યો. જયારે નિફ્ટીમાં 19,497.45 પોઇન્ટના સ્તરે ટ્રેડિંગ શરૂ થયું. પ્રારંભિક ટ્રેડિંગમાં ઉતાર-ચઢાવ પછી, સવારે 10.14 વાગ્યે, સેન્સેક્સ 106.73 (0.16%) પોઈન્ટ વધીને 65,724.57 પર, જ્યારે નિફ્ટી 34.70 (0.18%) વધીને 19,474.10 પોઈન્ટ પર ટ્રેડ થયો.
બુધવારે હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરથી શેરબજારને તેજી મળી. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે આજે બજારમાં રોકાણકારોની નજર સ્થાનિક અને અમેરિકન ફુગાવાના આંકડા પર ટકેલી છે. બીજી તરફ બુધવારે શરૂઆતી કારોબારમાં રૂપિયામાં 13 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 82.28 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
આજે રોકાણકારોને પણ શેરબજારમાં નફો કરવાની વધુ એક તક મળી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક આજે તેની પ્રથમ જાહેર ઓફર (IPO) લોન્ચ કરવા માટે તૈયાર છે. સેન્કો ગોલ્ડ પછી આ મહિને લોન્ચ થનારી આ બીજી IPO ઓફર હશે. વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકે 20 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 222.75 કરોડ એકત્ર કર્યા છે.
12 થી 14 જુલાઇ સુધી તક
કંપનીએ એક્સ્ચેન્જીસને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું કે તેણે એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. 25ના અપર પ્રાઇસ બેન્ડ પર 8.91 કરોડ ઇક્વિટી શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. રોકાણકારો 12 થી 14 જુલાઈ સુધી તેમાં રોકાણ કરી શકશે. કંપનીના શેર બંને એક્સચેન્જમાં લિસ્ટેડ થવાની ધારણા છે. જો તમે પણ આ IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે રોકાણ કરતા પહેલા આ 5 બાબતો જાણી લેવી જોઈએ. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 2016માં ખોલવામાં આવી હતી. બેંકે 2017માં કામગીરી શરૂ કરી હતી. નાણાકીય વર્ષ 2023માં સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં તેનો કવરેજ રેશિયો બીજા ક્રમે હતો. સ્મોલ ફાઇનાન્સ બેંકની કામગીરી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત છે અને માર્ચ 2023 સુધીમાં, તેના 3.59 મિલિયન ગ્રાહકો હતા જે મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થિત છે.
આ IPOની કિંમત 500 કરોડ
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના IPOમાં રૂ. 500 કરોડના ઇક્વિટી ઇશ્યૂનો સમાવેશ થાય છે. વેચાણ માટે કોઈ OFS કલમ નથી. કંપનીએ તેની પબ્લિક ઓફર માટે શેર દીઠ રૂ. 23-25ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો લઘુત્તમ 600 શેર અને ત્યાર બાદ ગુણાંકમાં બિડ કરી શકે છે. ઓફરનો લગભગ 75% ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે આરક્ષિત છે, 15% બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે અને બાકીનો 10% છૂટક રોકાણકારો માટે છે.