હવે બજારમાં સરકારની દરમિયાનગીરીના કારણે ટામેટાના ભાવ નીચા આવ્યા છે. સબસિડીવાળા ભાવને કારણે દિલ્હી અને NCRમાં જથ્થાબંધ અને છૂટક બજારોમાં ટામેટાંના ભાવ ઘટીને 30-35 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયા છે.
ટામેટાંના ભાવ આસમાને છે. દરમિયાન, કેન્દ્ર સરકારે રવિવારે રાજ્યની માલિકીની સહકારી સંસ્થાઓ – NCCF અને NAFED દ્વારા વેચાતા ટામેટાંના ભાવમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ તેને ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલો કરી દીધો છે જ્યારે પહેલા આ ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો હતો. ટામેટાંનો રસોડામાં ઘણો ઉપયોગ થાય છે. તેની વધતી કિંમતોથી સામાન્ય માણસ સૌથી વધુ પરેશાન છે.
ટામેટાંનું વેચાણ કરતી વધુ વાન રાષ્ટ્રીય રાજધાની, તેના ઉપનગરો અને દેશભરના અન્ય મોટા શહેરોમાં તૈનાત કરવામાં આવશે. હવે સબસિડીવાળા દરે વેચવા માટે સરકારના હસ્તક્ષેપને કારણે ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હી અને એનસીઆરમાં આશરે 50 ટન ટામેટાંનું વેચાણ થયું છે.
ઉપભોક્તા બાબતોના મંત્રાલયે કહ્યું કે NCR સિવાય લખનૌ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહમાં ટામેટાં સબસિડીવાળા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ચોમાસાને કારણે પુરવઠો ખોરવાતા ટામેટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. NCCF અને NAFED આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાંની ખરીદી કરી રહ્યા છે. દિલ્હીમાં ટામેટા ઉતારવાની સરેરાશ કિંમત 121-122 રૂપિયા પ્રતિ કિલો છે. સબસિડીવાળા ભાવે કોમોડિટી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડનો ઉપયોગ કરી રહી છે.