Vi સ્માર્ટફોન પ્રોગ્રામ તમે ઓફર પર રૂ. 2400 નું રિચાર્જ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળી રહી છે. Vi સ્માર્ટફોન પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને દર મહિને રિચાર્જ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ છૂટ 24 મહિના માટે ઉપલબ્ધ રહેશે.
વોડાફોને તેના ગ્રાહકો માટે શાનદાર ઑફર્સ રજૂ કરી છે. Vi એ સ્માર્ટફોન પ્રોગ્રામ શરૂ કર્યો છે જે અંતર્ગત ગ્રાહકોને રિચાર્જ પર રૂ. 2,400નું ડિસ્કાઉન્ટ મળશે. આ Vi સ્માર્ટફોન પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને દર મહિને રિચાર્જ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ છૂટ 24 મહિના માટે ઉપલબ્ધ રહેશે.
Viએ આ પ્લાન એવા લોકો માટે રજૂ કર્યો છે જેઓ તેમના 3G ફોનને 4G/5Gમાં અપગ્રેડ કરવા માગે છે, એટલે કે કંપની ઇચ્છે છે કે તમે ફીચર ફોન છોડીને સ્માર્ટફોન પર શિફ્ટ થઈ જાઓ. વોડાફોન આઈડિયાનો આ પ્લાન કંપનીના વર્તમાન અને નવા બંને ગ્રાહકો માટે છે. આની સાથે શરત એ છે કે જે સ્માર્ટફોન પર તમે Vi નું 4G/5G સિમ વાપરશો. ફોનમાં નવું સિમ લગાવતાની સાથે જ ગ્રાહકોને વેલકમ મેસેજ મળશે. આ સાથે 2,400 રૂપિયાના રિચાર્જની સંપૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ થશે.
આ ઑફર માટે, સિમ અપગ્રેડ કર્યા પછી, ગ્રાહકોએ 30 દિવસની અંદર તેમના નંબર પર 299 રૂપિયા અથવા તેનાથી વધુનું રિચાર્જ કરાવવું પડશે. આ પછી, તેને Vi એપમાં ઓફર્સ દેખાવા લાગશે. દર મહિને 100 રૂપિયાની રિચાર્જ કૂપન Vi એપના માય કૂપન્સ વિભાગમાં ઉપલબ્ધ થશે, જે 24 મહિના માટે ઉપલબ્ધ રહેશે. આ રીતે તમને 24 મહિનામાં 2,400 રૂપિયાનો નફો થશે.