ખોરાકમાં બોડીનું સંતુલન હોય છે. તમારે કયો ખોરાક ખાવો જોઈએ એ મહત્વનું હોય છે. ખાસ કરીને ચરબીયુક્ત ખોરાકને હંમેશા ટાળવો જોઈએ ત્યારે પ્રસ્તુ છે કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ જે તમારી ચરબીને કરશે ઓછી.
ઈંડા
લો કેલરી અને હાઈ પ્રોટીન ફૂડ છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેની સાથે કેપ્સીકમ ખાવાથી ચરબી જલ્દી ઓછી થાય છે. એક સંશોધન મુજબ, કેપ્સિકમમાં કેપ્સાસીન હોય છે, જે ભૂખ ઓછી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
મસરુર-ટામેટા
મસૂરમાં પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે. જે પેટને ભરેલું રાખવાની સાથે મસલ્સ પણ વધારે છે. તેની સાથે ટામેટા પણ ખાવા જોઈએ. ટામેટાંના બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ BMI નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
અંજીર- નટ્સ
તમે અંજીર અને નટ્સ મિક્સ કરીને ખાલી પેટ ખાઈ શકો છો. તે વજન ઘટાડવા માટે જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર પ્રદાન કરે છે. આ સાથે, તમને વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર પણ મળે છે.
પાઈનેપલ અને લીંબુ
તમારા આહારમાં પાઈનેપલ અને લીંબુનો રસ સામેલ કરો. આ બંને ખાટી વસ્તુઓમાં ચરબી કાપવાના ગુણ હોય છે. તે તમારું મેટાબોલિઝમ વધારે છે. તેમનો ઉપયોગ ત્વચાને યુવાન બનાવવા માટે પણ ઉપયોગી છે.
લીલી ચા અને લીંબુ
વજન ઘટાડવા માટે આ એક જાદુઈ પીણું છે, જે તમને ઝડપથી સ્લિમ બનાવે છે. આને પીવાથી એન્ટીઓક્સીડેન્ટ, કેટેચીન, વિટામિન સી મળે છે. જે લીવરને ચરબીનો ઉપયોગ કરવામાં મદદ કરે છે અને પેટની ચરબી ઓછી થવા લાગે છે.