કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્લેનનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પ્લેનમાં સોનિયા-રાહુલ બેંગ્લોરથી દિલ્હી જઈ રહ્યા હતા. ભોપાલ એરપોર્ટ પર લગભગ દોઢ કલાક રોકાયા બાદ બંને રાત્રે 9.35 કલાકે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી જવા રવાના થયા હતા.
રાહુલ-સોનિયા ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જમાં રોકાયા હતા. આ દરમિયાન ભોપાલના કોંગ્રેસી નેતાઓ ત્યાં પહોંચ્યા અને તેમને મળ્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી, કોંગ્રેસના ધારાસભ્યો પીસી શર્મા, કુણાલ ચૌધરી, આરિફ મસૂદ અને શોભા ઓઝા સહિત અનેક કોંગ્રેસી નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા.






