આઈસલેન્ડ બાદ ડેનમાર્કને દુનિયાનો સૌથી શાંત દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં જે થઇ રહ્યું છે તે તેની ઓળખથી વિપરિત છે. યુરોપમાં ઈસ્લામ ધર્મને લઇને નફરત સતત વધતી જવા મળી રહી છે. ક્યાક ઈસ્લામની પવિત્ર પુસ્તક કુરાનને સળગાવવામાં આવી રહ્યું છે તો ક્યાક મુસ્લિમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓને દેશથી નિકાળવાની માંગ થઇ રહી છે.
મંગળવારે ડેનમાર્કના કોપનહેગનમાં ઈસ્લામિક વિરોધીઓના એક જૂથે ઇજિપ્ત અને તુર્કીના દૂતાવાસોની સામે કુરાનની નકલ સળગાવી હતી, તે પહેલા સ્વીડનમાં ઇદના અવસર પર એક મસ્જિદની સામે તેને સળગાવી દેવામાં આવી હતી. વળી, કુરાન સળગાવવાના વિરોધમાં ઇરાકમાં વિરોધીઓએ બગદાદમાં સ્વીડિશ દૂતાવાસમાં તોડફોડ કરી અને આગ લગાવી હતી. સાઉદી અરેબિયા અને ઈરાકે સ્વીડન અને ડેનમાર્ક બંનેમાં કુરાનની અપમાનને સંબોધવા માટે સોમવારે જેદ્દાહમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠક બોલાવી છે.






